ક્રાઉન કાચ : એક પ્રકારનો પ્રકાશીય કાચ. પ્રકાશીય કાચને, ક્રાઉન અને ફિલન્ટ એમ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. આવું વર્ગીકરણ વક્રીભવનાંક અને વિભાજનનાં મૂલ્યો ઉપરથી કરવામાં આવતું હોય છે. પ્રકાશીય ઉપકરણોમાં ક્રાઉન કાચનો વિશેષ ઉપયોગ થાય છે. સામાન્ય સોડા કાચની માફક તે કાચ ગરમીથી સહેલાઈથી પીગળતો નથી. ક્રાઉન કાચનો ક્રાંતિકકોણ 41° 8” છે. જુદા જુદા રંગના પ્રકાશ માટે ક્રાઉન કાચના વક્રીભવનાંક નીચેની સારણી 1માં દર્શાવ્યા છે :
સારણી 1
પ્રકાશનો રંગ | વક્રીભવનાંક |
જાંબલી | 1.532 |
વાદળી | 1.528 |
લીલો | 1.519 |
પીળો | 1.517 |
નારંગી | 1.514 |
રાતો | 1.513 |
જુદાં જુદાં દ્રવ્યમાંથી બનાવેલા ક્રાઉન કાચના કેટલાક અચળાંકો નીચેની સારણી 2માં દર્શાવ્યા પ્રમાણે હોય છે :
સારણી 2
માધ્યમ અને પ્રતીક |
||||
બોરાસિલિકેટ ક્રાઉન SCB | બોરાસિલિકેટ ક્રાઉન BSC–2 | સ્પેક્ટેકલ ક્રાઉન SPC–1 | લાઇટ બેરિયમ ક્રાઉન LBC–1 | |
∝ | 66.5 | 64.5 | 58.8 | 59.7 |
nC | 1.49776 | 1.51462 | 1.52042 | 1.53828 |
nD | 1.50000 | 1.51700 | 1.52300 | 1.54100 |
nF | 1.50529 | 1.52264 | 1.52933 | 1.54735 |
nG | 1.50937 | 1.52708 | 1.53435 | 1.55249 |
કે. ટી. મહેતા