ક્રાંતિવૃત્ત (ecliptic) : તારાઓની પૃષ્ઠભૂમિ પર સરકતા દેખાતા સૂર્યનો વર્ષ દરમિયાન આકાશી બૃહદ્ વૃત્તીય માર્ગ.
ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત એકબીજાને બે બિંદુઓ(વસંત સંપાત અને શરદ સંપાત)માં છેદતા હોય છે. પૃથ્વીની વિષુવાયન ગતિને કારણે ક્રાંતિવૃત્ત, વિષુવવૃત્ત પર પશ્ચિમ તરફ વર્ષે 127 સેમી.ના હિસાબે સરકતું રહે છે. પરિણામે ઉક્ત છેદનબિંદુઓ સ્થિર ન રહેવાના કારણે રાશિચક્રનું સાયન આરંભસ્થાન હંમેશાં બદલાતું રહે છે. સાયન પદ્ધતિનો મેષારંભ વસંત સંપાતથી થતો હોય છે.
છોટુભાઈ સુથાર