કૉર્બેલ : વજનદાર વસ્તુને આધાર આપવા માટે ભીંતમાં બેસાડેલી પથ્થર અથવા લાકડાની આગળ પડતી ઘોડી. એનું છુટ્ટા અથવા સળંગ પથ્થરોથી ચણતર થાય છે. (જુઓ : આકૃતિ)

કૉર્બેલ
મધ્યકાલીન કૉર્નિસોમાં ઘણી વખત પાંદડાં, પશુઓ, મનુષ્યોના મુખવાળા સુશોભિત કૉર્બેલ જોવા મળે છે. ઇંગ્લિશ ગૉથિક અને પુનરુત્થાન યુગના સ્થાપત્યમાં પણ આવું સુશોભન મળી આવે છે.
મન્વિતા બારાડી