કેલી – એલ્સ્વર્થ

January, 2008

કેલી, એલ્સ્વર્થ (Kelly, Ellsworth) (જ. 31 મે 1923, ન્યૂબર્ગ, ન્યૂયૉર્ક; અ. 27 ડિસેમ્બર 2015 સ્પેન્સરટાઉન, ન્યૂયૉર્ક) : અમૂર્ત અલ્પતમવાદી (Abstract minimalist) ચિત્રકાર. કૅન્વાસ પર માત્ર એકાદ-બે ભૌમિતિક આકારોને એ એવી રીતે આલેખે છે કે સમગ્ર કૅન્વાસ ભરાઈ જાય. રંગોની છટાઓ અને છાયાઓ તેમનાં ચિત્રોમાં જોવા મળતી નથી. ઍલ્યુમિનિયમની સપાટ શીટને સહેજ જ ઉપસાવી અને બેસાડીને તેઓ છીછરાં અર્ધમૂર્ત (bas relief) શિલ્પો પણ સર્જે છે. બધી દિશાઓમાંથી જોઈ શકાય તેવાં પૂર્ણમૂર્ત (free standing round) શિલ્પો પણ તેમણે કંડાર્યાં છે.

અમિતાભ મડિયા