કૅન્સર – સ્થાનાંતરિત અજ્ઞાતમૂળ

January, 2008

કૅન્સર, સ્થાનાંતરિત અજ્ઞાતમૂળ : લસિકાગ્રંથિ (lymphnode), હાડકાં, ફેફસાં, યકૃત (liver) વગેરેમાં ફેલાયેલું હોય એવું કૅન્સર મૂળ કયા અવયવમાં ઉદભવ્યું છે તેની જાણકારી પ્રાપ્ત ન થઈ શકતી હોય તો તેને સ્થાનાંતરિત અજ્ઞાતમૂળ કૅન્સર (metastases of unknown origin, MUO) કહે છે. ભારતમાં દર્દીની શારીરિક તપાસ તથા શક્ય બધી જ પ્રયોગશાળાકીય તથા એક્સ-રે વિદ્યાલક્ષી તપાસ કર્યા છતાં પણ 10 %થી 15 % કિસ્સાઓમાં કૅન્સર કયે સ્થળે મૂળ ઉદભવ્યું હતું તે જાણી શકાતું નથી. પશ્ચિમમાં આ પ્રકારની સ્થિતિ 4 % દર્દીઓમાં જોવા મળે છે. આવા કૅન્સરને મુખ્યત્વે બે જૂથોમાં વહેંચવામાં આવે છે : (1) લસિકાગ્રંથિઓમાં ફેલાયેલું અને (2) અન્ય સ્થળોએ ફેલાયેલું કૅન્સર. લસિકાગ્રંથિમાં ફેલાયેલા કૅન્સરને સારવારથી નિયંત્રણમાં લેવું સહેલું ગણાય છે. મોટા ભાગના દર્દીઓ 50થી 60ના દાયકાની વયના હોય છે. યુવાનોમાં જોવા મળતો આ પ્રકારનો વિકાર ખૂબ ઝડપથી ફેલાતા અલ્પવિભેદિત (poorly differentiated) કૅન્સરમાં જોવા મળે છે.

નિદાન : પેશીપરીક્ષણ (biopsy) કરીને નિદાન કરવામાં આવે છે. તે માટે જે ભાગમાં કૅન્સર ફેલાયેલું જોવા મળે તે પેશીનો નાનો ટુકડો લઈને અથવા પાતળી સોય વડે તે સ્થળનું કોષોવાળું પ્રવાહી શોષી લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસ કરવામાં આવે છે. તેમાં જાણવા મળેલા પ્રકાર અનુસાર તથા ફેલાયેલા કૅન્સરના અવયવ પ્રમાણે શક્ય મૂળ સ્થાન અંગે શોધ કરવામાં આવે છે. તે માટે લોહી, પેશાબ, મળ તથા અન્ય પ્રવાહીઓની તપાસ કરાય છે તેમજ એક્સ-રે, સીએટી-સ્કૅન, એમઆરઆઈ અને સૉનોગ્રાફી વડે ચિત્રણો મેળવાય છે. ગળામાં ઉદભવેલી ગાંઠનું પેશીપરીક્ષણ કરતાં પહેલાં મોં-ગળું તથા ઉપલા અન્નમાર્ગ અને શ્વસનમાર્ગની પૂરેપૂરી તપાસ કરાય છે. હાંસડીની ઉપર થયેલી ગાંઠો ઘણે ભાગે પેટમાંના અન્નમાર્ગમાંથી ફેલાઈને થયેલી હોય છે. તેમનું તરત પેશીપરીક્ષણ કરાય છે. વિવિધ પ્રકારની પેશી-રાસાયણિક કસોટીઓ કરીને અલ્પવિભેદિત કે વિપરીત વિકસિત (anaplastic) કૅન્સરનો પ્રકાર શોધવાનો પ્રયત્ન કરાય છે. નિદાન માટે ચિત્રણો, પેશીપરીક્ષણ (biopsy), સૂચક દ્રવ્યો (markers) તથા પ્રતિરક્ષાલક્ષી પેશીરસાયણી (immuno histochemical) કસોટીઓ કરાય છે. દરેક દર્દીમાં ઇમ્યુનોપેરોક્સિડેઝ અભિરંજન (staining) કરીને સંભવિત કૅન્સર પ્રકાર વિશે માહિતી મેળવાય છે (સારણી 1).

75 % કૅન્સર ગ્રંથિ-કૅન્સર (adenocarcinoma) અથવા અલ્પવિભેદિત કૅન્સર હોય છે. ફક્ત 15 % કિસ્સામાં મૂળ કૅન્સરની જાણકારી મળે છે; જેમાં સ્વાદુપિંડ (pancreas, 28 %), ફેફસાં (20 %), જઠર (8 %થી 12 %), મળાશય તથા મોટું આંતરડું (8 %થી 12 %) તથા યકૃત અને પિત્તનળીઓ (8 %થી 12 %) મુખ્ય હોય છે. મૂત્રપિંડ (5 %), સ્તન (2 %થી 3 %), અંડપિંડ (2 %થી 3 %), પુર:સ્થ

સારણી 1 : MUO માટે કરાતા ઇમ્યુનોપેરોક્સિડેઝ અભિરંજન (staining) વડે નિદાન

ઇમ્યુનોપેરોક્સિ-

ડેઝ અભિરંજન

કાર્સિનોમા

(કર્કાર્બુદ)

લિમ્ફોમા

(લસિકાર્બુદ)

મિલેનોમા

(કૃષ્ણકોષી

કૅન્સર)

સાર્કોમા

(માંસાર્બુદ)

ન્યુરોએન્ડો

ડ્રાઇવ

સાયટોકિરેટિન

લ્યુકોસાઇટ

કૉમન ઍન્ટિજન

(LCA)

+

 

 

+

 

 

+

 

5100 પ્રોટેન;

HMB 45

+
ન્યુરોન-સ્પેસિફિક

ઈસ્ટરેઝ (NSE),

ક્રૉમોગ્રેનિન

±

±

±

±

+

–     +

વાયમેન્ટિન,

ડેસ્મિન

 

 

 

 

+

 

(prostate) ગ્રંથિ (2 %થી 3 %) તથા અન્ય અવયવો(1 %)માંથી ઉદભવેલા કૅન્સરનું ભાગ્યે જ આ રીતે નિદાન થાય છે. લઘુકોષી કૅન્સર(small cell cancers)નું આ પ્રકારનું નિદાન પણ ઘણું ઓછું હોય છે અને તે મુખ્યત્વે ગળામાં ગાંઠોના રૂપે જોવા મળે છે. શરીરના વિવિધ અવયવોમાં અલ્પવિભેદિત લઘુકોષી કૅન્સર ઉદભવે છે (2.5 %) અને તે અજ્ઞાતમૂલ કૅન્સર તરીકે જોવા મળે છે. અતિ અલ્પવિભેદિત લઘુકોષી કૅન્સરનાં કારણોને MR. MOLTENની સંજ્ઞા વડે યાદ રખાય છે : મજ્જાર્બુદ (myeloma, M), સરેખ સ્નાયુ માંસાર્બુદ (rhabdomyosarcoma, R), કૃષ્ણકોષી કૅન્સર (melanoma, M), જવ(oat, O)કોષી કૅન્સર, લસિકાર્બુદ (lymphoma, L), શુક્રપિંડનું વિપરીત વિકસિત (testicular, T) કૅન્સર, ઈવિંગનું (Ewing’s, E) માંસાર્બુદ તથા ચેતાબીજકોષાર્બુદ (neuroblastoma, N).

લક્ષણો અને ચિહનો : કેટલાક (30 %) દર્દીઓને એકથી વધુ તકલીફો હોય છે. 60 % દર્દીઓને દુખાવો થાય છે જ્યારે 40 % દર્દીઓમાં યકૃતમાં ગાંઠ કે પેટની અન્ય તકલીફો હોય છે. ફક્ત પાંચમા ભાગના દર્દીઓમાં લસિકાગ્રંથિઓ હોય છે, જ્યારે 15 % દર્દીઓમાં હાડકાંમાં દુખાવો કે અસ્થિભંગ (fracture) થયેલો હોય છે. ક્યારેક લકવો, વજનનો ઘટાડો કે ચામડી પર નાની નાની ગાંઠો જોવા મળે છે. સારણી 2 અને 3માં સ્થાનાંતરિત કૅન્સર કયા મૂળ અવયવમાં ઉદભવ્યું હોઈ શકે તે દર્શાવ્યું છે.

સારવાર અને પરિણામ : સામાન્ય રીતે જો મૂળ કારણ જાણી શકાય તો તે પ્રમાણે સારવાર આપી શકાય છે. ગળામાંની ગાંઠોને શસ્ત્રક્રિયાથી દૂર કરીને કે ત્યાં વિકિરણન-ચિકિત્સા આપીને સારવાર કરાય છે. અલ્પવિકસિત કે વ્યાપકપણે ફેલાયેલા કૅન્સરમાં દવાઓ વડે સારવાર કરાય છે. તે માટે સિસ-પ્લૅટિન અને ઇટોપોસાઇડ (EP), 5-ફ્લ્યુરોયુરેસિલની સાથે ડૉક્સોરુબિસિન અને માયટોમાયસિન (FAM), પેક્લિટેક્સેલની સાથે કાર્બોપ્લૅટિન અને ઇટોપોસાઇડ અથવા સિસ-પ્લૅટિન, ડૉક્સોરુબિસિનની સાથે સાઇક્લોફૉસ્ફેમાઇડ અપાય છે.

સારણી 2 : સ્થાનાંતરિત કૅન્સરના સંભવિત મૂળ અવયવો

સ્થાનાંતરિત કૅન્સરનું સ્થાન

સંભવિત મૂળ અવયવ

1. ગળાના ઉપલા કે મધ્યભાગમાં

લસિકાગ્રંથિ

માથા અને ગળાના અવયવોનું

કૅન્સર (દા.ત., જીભ, ગળું,

સ્વરપેટી) વગેરે

2. હાંસડીની ઉપર (જમણી બાજુ)

લસિકાગ્રંથિ

ફેફસાં, સ્તન
3. હાંસડીની ઉપર (ડાબી બાજુ)

લસિકાગ્રંથિ

અન્નમાર્ગ, ફેફસાં, સ્તન
4. બગલમાંની લસિકાગ્રંથિઓ સ્તન, હાથ, જઠર
5. જાંઘમાંની લસિકાગ્રંથિઓ પગ, જનનાંગો, ગુદા, મળાશય,

મૂત્રાશય, પુર:સ્થ ગ્રંથિ

6. ચામડી – પગ

પેટ અને હાથ

ડૂંટી

સર્વત્ર

મૂત્રપિંડ, મોટું આંતરડું, મૂત્રાશય

જઠર, સ્વાદુપિંડ, મોટું આંતરડું

સ્તન, ફેફસાં, મૂત્રપિંડ, અંડપિંડ

કૃષ્ણકોષી કૅન્સર

7. મગજ ફેફસાં, સ્તન, કૃષ્ણકોષી કૅન્સર
8. ફેફસાં ફેફસાં, સ્તન, અન્નમાર્ગ, પ્રજનન

અને મૂત્રમાર્ગ

9. ફેફસાંની આસપાસ પ્રવાહી ફેફસાં, સ્તન, જઠર, સ્વાદુપિંડ,

યકૃત

10. હૃદયની આસપાસ પ્રવાહી ફેફસાં, સ્તન, લસિકાર્બુદ, કૃષ્ણકોષી

કૅન્સર

11. યકૃત સ્વાદુપિંડ, જઠર, મોટું આંતરડું,

સ્તન, ફેફસાં

12. પેટમાં પ્રવાહી (જળોદર) અંડપિંડ, સ્વાદુપિંડ, જઠર, મોટું

આંતરડું

13. અસ્થિમજ્જા સ્તન, ફેફસાં (લઘુકોષી કૅન્સર),

પુર:સ્થ ગ્રંથિ, ગલગ્રંથિ (thyroid

gland)

14. હાડકાં બહુમજ્જાર્બુદ, સ્તન, ફેફસાં,

ગલગ્રંથિ, પુર:સ્થ ગ્રંથિ, યમાર્બુદ,

હૉજકિનનો રોગ

15. કરોડરજ્જુ પર દબાણ ફેફસાં, સ્તન, પુર:સ્થ ગ્રંથિ,

મૂત્રપિંડ, અન્નમાર્ગ, યમાર્બુદ

(sarcoma)

16. ગુલ્મવાહિનીશોથ

(thrombophlebitis)

સ્વાદુપિંડ, ફેફસાં, અન્નમાર્ગ

 

સારણી 3 : સ્થાનાંતરિત અજ્ઞાતમૂલ કૅન્સરનો પ્રારંભ કયા અવયવમાં થયો

હોય તેની સંભાવના (શવપરીક્ષણ, autopsy) વડે મળેલી માહિતી

        અવયવ ટકા
ફેફસું

સ્વાદુપિંડ (pancreas)

23.7

21.1

અંડપિંડ (ovary)

મૂત્રપિંડ (kidney)

મળાશય, મોટું આંતરડું

જઠર

યકૃત (liver)

પુર:સ્થ ગ્રંથિ (prostate gland)

6.4

5.5

5.3

4.6

4.3

4.1

સ્તન

અધિવૃક્ક (adrenal)

ગલગ્રંથિ (thyroid gland)

3.4

2.2

2.2

મૂત્રાશય

અન્નનળી

લસિકાર્બુદ

પિત્તમાર્ગ

શુક્રપિંડ-પ્રજનકકોષ

1.9

1.5

1.5

1.2

1

મધ્યત્વકીય અર્બુદ

(mesothelioma)

ગર્ભાશય

0.5

 

0.3

અન્ય 9.3
કુલ 100

હાડકાંમાં દુખાવો કે અસ્થિભંગ કરતા કૅન્સરને વિકિરણન વડે કાબૂમાં લઈ શકાય છે. ફક્ત લસિકાગ્રંથિઓમાં ફેલાયેલા કૅન્સરને લાંબો સમય કાબૂમાં રાખી શકાય છે. કેટલાક વિશિષ્ટ સ્થાનના MUOની સારવારના સિદ્ધાંત સારણી 4માં દર્શાવ્યા છે.

સારણી 4 : વિશિષ્ટ સ્થાન / પ્રકારના MUOની સારવારના સિદ્ધાંતો

વિશિષ્ટ સ્થાન / પ્રકાર

નિદાન–સારવાર
1

2

1. પૂર્ણ કે મધ્યમ વિભેદિત

(well કે moderately

differentiated) ગ્રંથિકૅન્સર

(adenocarcinoma)

PSA, CA 15-3, CA 125, ER/PR

વગેરે કૅન્સરસૂચક દ્રવ્યોની તપાસ કરાય

છે. એક્સ-રે, સૉનોગ્રાફી, સીએટી-સ્કૅન

અને એમઆરઆઈ ચિત્રણો મેળવાય છે.

જો સ્થાન નિશ્ચિત ન થાય તો અનુભવ-

જન્ય (empirical) ઔષધચિકિત્સા

અપાય છે.

2. સ્ત્રીઓના પેટમાં કૅન્સરજન્ય

ગાંઠો કે પ્રવાહી ભરાવું

CA 125, સ્તન તથા જઠરાંત્રમાર્ગની

તપાસ કરીને જો નિશ્ચિત નિદાન ન થાય

તો અંડપિંડના કૅન્સર(3જો તબક્કો)ની

માફક સારવાર કરાય છે.

3. સ્ત્રીઓમાં બગલની ગાંઠમાં

કૅન્સર

સ્તનની તપાસ તથા ER/PR ચકાસાય

છે. તેમને સ્તનકૅન્સર (બીજો તબક્કો)

તરીકે સારવાર અપાય છે – સ્તનોચ્છેદન

(mastectomy), વિકિરણન-ચિકિત્સા

અને ઔષધચિકિત્સા.

4. પુરુષોમાં PSA વધે કે

હાડકાંમાં અસ્થિબીજકોષી

સ્થાનાંતરિત રોગ

પુર:સ્થ (prostat) ગ્રંથિનું કૅન્સર ગણીને

અંત:સ્રાવી સારવાર અપાય છે.

5. અલ્પવિભેદિત (poorly

differentiated) ગ્રંથિકૅન્સર

(adenocarcinoma)

અલ્પ/મધ્યમ વિભેદિત ગ્રંથિકૅન્સરની

માફક તપાસ કરાય છે. તે ઉપરાંત

bHCG, a ફીટોપ્રોટૉન ચકાસી લેવાય

છે. તેવી રીતે ઇમ્યુનોપેરોક્સિડેઝ વડે

અભિરંજન (stainy) કરાય છે. bHCG

કે a ફીટોપ્રોટૉન વધુ હોય તો તેને

પ્રજનકકોષી (germ cell) તરીકે PEB

નામની ઔષધચિકિત્સા કરાય છે.

ચેતાઅંત:સ્રાવી (neuroendocrine)

ગાંઠની સંભાવના હોય તો સિસ-પ્લૅટિન

અપાય છે.

6. અલ્પવિભેદિત કૅન્સર લસિકાર્બુદ (lymphoma), કૃષ્ણકોષાર્બુદ

(melanoma) અને માંસાર્બુદ

(sarcoma) માટે તપાસ કરાય છે.

7. શલ્કસમકોષી કૅન્સર

(squamous cell

carcinoma)

નજીકના અવયવો માટે તપાસ કરાય છે.

વિકિરણન-ચિકિત્સા અપાય છે. દવાઓથી

થતો લાભ નિશ્ચિત નથી.

શિલીન નં. શુક્લ