કૂપર, સૅમ્યુઅલ (જ. 1609, લંડન, બ્રિટન; અ. 1672, લંડન, બ્રિટન) : લઘુ કદનાં વ્યક્તિચિત્રો (miniature portraits) ચીતરવા માટે જાણીતો બ્રિટિશ ચિત્રકાર. આ પ્રકારનાં ચિત્રોના સર્જક તરીકે તે સમગ્ર યુરોપના શ્રેષ્ઠ ચિત્રકારોમાં ગણના પામ્યો છે. ઑલિવર ક્રૉમવેલ અને રાજા ચાર્લ્સ બીજાનાં તેણે લઘુ કદનાં અનેક વ્યક્તિચિત્રો કરેલાં. ચિત્રકાર જોન હૉસ્કિન્સ હેઠળ તેણે તાલીમ લીધી હતી.
અમિતાભ મડિયા