કુસ્થિત ખડક : હિમનદીઓના વિસ્તારમાં મળતો અસ્થિર સ્થિતિમાં રહેલ ખડક. હિમનદીજન્ય ઘસારાથી ઉદભવતો શિલાચૂર્ણ જથ્થો હિમનદીની સાથે સાથે વહનક્રિયા પામે છે. આ પ્રકારના શિલાચૂર્ણમાં ખડકોના વિવિધ કદના નાનામોટા ટુકડા પણ હોય છે. મોટા ટુકડાને વિસંગત ખડક પણ કહે છે. ક્યારેક આવા વિસંગત ખડકો અસ્થિર સ્થિતિમાં ક્યાંક સ્થાપિત બની રહે છે, જેમને કુસ્થિત ખડક તરીકે ઓળખવામાં આવે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે