કુમારસ્વામી (પંદરમી સદી પૂર્વાર્ધ) : પ્રસિદ્ધ ટીકાકાર મલ્લિનાથના પુત્ર, તેમણે વિદ્યાનાથના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથ ‘પ્રતાપરુદ્દીય’ ઉપર ‘રત્નાપણ’ નામે ટીકા રચી છે. કુમારસ્વામીએ પોતાની ટીકામાં અનેક ઉદ્ધરણો આપ્યાં છે, જેમાં શૃંગારતિલક, એકાવલી, સાહિત્યદર્પણ, રસાર્ણવસુધાકર, ભાવપ્રકાશ અને મલ્લિનાથની ટીકા વગેરેનો સમાવેશ થાય છે.
તપસ્વી નાન્દી