કાષ્ઠલતા (lianas)

January, 2006

કાષ્ઠલતા (lianas) : રાક્ષસકાય વેલા. તે પ્રકાંડની અંદર દ્વિતીયક વૃદ્ધિ (secondary growth) થવાથી લચી પડતી આરોહી વનસ્પતિઓ છે. તેમનાં વિવિધ અંગોનાં રૂપાંતરણથી તે ઉપર ચડે છે, જેમ કે આશ્લેષી પ્રકાંડ અગ્રખાખર વેલ(butea superba Roxb)માં, વેરવિખેર પથરાયેલા કંટકો નેતર(calamus rotang Roxb)માં, અસાધારણ મૂળ ટેકોમારિયામાં, પ્રકાંડ તંતુ હાડસાંકળ(Vitis quadrangularis)માં, પર્ણદંડ મોરવેલ(Clematis triloba heyne)માં, ચામબેલી(Bauhinia vahlii W & A)માં સામસામા વિશાળ પ્રકાંડ તંતુઓથી ચડે વગેરે.

આ વેલા આરોહણ કરીને કે વીંટળાઈને તેનાં પર્ણોને સૂર્યપ્રકાશમાં ગોઠવે છે. લિગ્નિનમય કાષ્ઠમાં મૃદુતક પેશીઓ અથવા બૃહત્ મજ્જારશ્મિ હોવાથી પ્રકાંડ નમ્યતા (curving) મેળવી આરોહણને અનુકૂળ બને છે. તેમની 90% પ્રજાતિઓ ઉષ્ણ કટિબંધનાં વરસાદી વનોમાં છે. ભારતમાં તેમની પ્રજાતિઓ 8 % છે.

સુરેન્દ્ર મ. પંડ્યા