કારેલી(Momordica charantia Linn)ના રોગો : વિવિધ જીવાતોથી કારેલીમાં થતા રોગો. Erysiphe cichoracearum DC નામની ફૂગથી, તળછારો Pseudopernospora cubensis (Berk and Curt) Rostow નામની ફૂગથી અને પાનનાં ટપકાંનો રોગ Cercospora Spp નામની ફૂગથી કારેલીમાં થાય છે. ફળ ઉપર છારાનો અને તળછારાનો રોગ જોવા મળતો નથી. પાનનાં ટપકાંના રોગમાં સફેદ ગોળાકાર, ચમકતાં ટપકાં ખાસ જુદાં તરી આવે છે. આ ત્રણેય રોગનાં લક્ષણો થતાં અન્ય વિગતો કાકડીના રોગોમાં જણાવ્યા પ્રમાણે છે.
ભીષ્મદેવ કીશાભાઇ પટેલ