કાયનાઇટ : રા. બં. – Al2O3.SiO2; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – ચપટા, લાંબા પાનાકાર સ્ફટિક, વિકેન્દ્રિત તંતુમય કે દળદાર; રં. – સામાન્યત: વાદળી, ક્યારેક સફેદ રાખોડી, લીલો, પીળો કે લગભગ કાળો; સં. – પિનેકોઇડને સમાંતર; ચ. – સંભેદ સપાટી પર મૌક્તિક, કાચમય; ચૂ. – સફેદ; ક. – જુદી જુદી બાજુઓ પર જુદી જુદી 4થી 7 સુધીની; વિ. ઘ. – 3.53થી 3.67; પ્ર. અચ. – (અ) વક્રી. = α = 1.712-1.718, β 1.721-1.723; γ = 1.727-1.734; (બ) 2V = 820-830; પ્ર.સં. – દ્વિઅક્ષી, -Ve; પ્રા. સ્થિ. – ઊંચા દબાણ અને મધ્યમ તાપમાનના સંજોગો હેઠળ મૃણ્મય ખડકોમાંથી ઉદભવેલા નાઇસ, શિસ્ટ તેમજ ઇક્લોગાઇટ ખડકોમાં.
ઉપયોગ : અગ્નિરોધક તરીકે.
વ્રિજવિહારી દીનાનાથ દવે