કાકુ : ઉચ્ચારણનો સાભિપ્રાય લહેકો. એથી વક્તવ્યમાં અર્થપરિવર્તન થાય, કટાક્ષ કે ગુપ્ત અર્થ પ્રગટ થાય કે વેધકતા ઉમેરાય. કાવ્યશાસ્ત્રમાં શબ્દોની વ્યંજનાપ્રવૃત્તિનો તેમજ વ્યાજસ્તુતિ જેવા અલંકારોનો આધાર. નાટ્યશાસ્ત્ર (અ. 17) અનુસાર નાટ્યપાઠનાં સૌંદર્યવિધાયક છ લક્ષણોમાં કાકુ મુખ્ય છે; બાકીનાં પાંચેય તેનું સમર્થન કરે. કાકુ બે પ્રકારનો : નાટ્યપાઠનો અભિધાનો અર્થ વત્તેઓછે અંશે જાળવી રાખે તે નિરાકાંક્ષ, અને બદલી નાખે તે સાકાંક્ષ.
રાજેન્દ્ર નાણાવટી