કર્ક પહેલો (આઠમી સદી) : રાષ્ટ્રકૂટ વંશના રાજા ગોવિંદ પહેલાનો પુત્ર. ગોવિંદનું વરાડમાં નાનું રાજ્ય (ઈ.સ. 690-710) હતું. શંકર સિવાય બીજા કોઈ દેવને ગોવિંદ વંદન કરતો નહિ, પણ કર્ક પહેલો વિષ્ણુનો ભક્ત હતો. તેના મોટા પુત્ર ઇન્દ્રે ચાલુક્ય રાજા ભવનાગની પુત્રીનું લગ્નમંડપમાંથી હરણ કરી તેની સાથે ‘રાક્ષસ’ વિધિથી લગ્ન કર્યું હતું. રાજા કૃષ્ણ પહેલાએ કર્ક પહેલાને દબાવી દીધો, પણ પાછળથી તેણે પોતાની સ્વતંત્રતા જાહેર કરી હતી અને ‘પરમેશ્વર’નું બિરુદ ધારણ કર્યું હતું.
જ. મ. શાહ