કરસન્ટાઇટ : ભૂમધ્યકૃત પ્રકારનો ખડક (hypabyssal rock). મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉત્પન્ન થતો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિર્ભૂત ખડકોમાં જોવા મળતી કણરચનાની વચ્ચેની હોય છે. તેથી નરી આંખે તેના બંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક વડે તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ અને બાયોટાઇટ ખનિજો રહેલાં હોય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે