ઓરસંગ : વડોદરા જિલ્લાની નદી. નર્મદાને જેમ ‘રેવા’ના ટૂંકા નામે તેમ આ નદીને ‘ઉર્વા’ના ટૂંકા નામે સંબોધવામાં આવે છે.
મધ્યપ્રદેશ રાજ્યમાંથી નીકળીને છોટાઉદેપુર, જબુગામ, સંખેડા તેમજ ડભોઈ તાલુકામાંથી વહીને આ નદી અંતે ચાણોદ-કરનાળી પાસે નર્મદા નદીને મળે છે. તે સ્થળ જાણીતું સંગમતીર્થ છે. આ નદીના પ્રવાહમાર્ગમાં વચ્ચે તેને ઊછ અને હેરણ નામની નદીઓ મળે છે. આશરે 80 કિમી. જેટલી લાંબી આ નદીના કાંઠેથી પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયેલા છે.
મહેશ મ. ત્રિવેદી