ઓઝોનાઇડ : ઓઝોનનું સંયોજન. અકાર્બનિક ઓઝોનાઇડમાં આયન હોય છે. દા.ત., પોટૅશિયમ ઓઝોનાઇડ KO3. અસંતૃપ્ત (unsaturated) કાર્બનિક સંયોજનો ઓઝોન સાથે સંયોજાય છે અને ઘટ્ટ, તૈલરૂપ તથા રૂંધાઈ જવાય તેવી ખરાબ વાસ ધરાવતા ઓઝોનાઇડ બનાવે છે. પાણી કે અપચાયકો (reducing agents દા.ત., Zn + H+) વડે તેમનું વિઘટન કરતાં કાર્બોનિલ સંયોજનો મળે છે, જેમના બંધારણ ઉપરથી મૂળ અસંતૃપ્ત પદાર્થમાંના દ્વિબંધનું સ્થાન નક્કી કરી શકાય છે. ઓઝોનાઇડનું નિર્માણ અને વિઘટન ઓઝોનોલિસિસ તરીકે ઓળખાય છે. અસંતૃપ્ત સંયોજનોના બંધારણના અભ્યાસમાં આ પ્રક્રિયા ઘણી ઉપયોગી છે. 1-બ્યુટીન અને 2-બ્યુટીનનું ઓઝોનોલિસિસ નીચે દર્શાવ્યું છે :
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી