ઑલિગોક્લેઝ : પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર વર્ગનું એક ખનિજ. રા. બં. mNaAlSi3O8 સાથે nCaAl2Si2O8. Ab90 – An10 – Ab70 An30; સ્ફ. વ. ટ્રાઇક્લિનિક; સ્વ. – ‘b’ અક્ષ ઉપર ચપટા બનેલા મેજઆકાર સ્ફટિક (જોકે અસામાન્ય) કે દળદાર, યુગ્મતા આલ્બાઇટ પ્રમાણે; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી, કથ્થાઈ, રાતો, લીલો; સં. – બેઝલ પિનેકોઇડને સમાંતર; ચ. – કાચમય; ભં. સ. – ખરબચડીથી વલયાકાર; ચૂ. – સફેદ; ક. – 6.0થી 6.5; વિ. ઘ. – 2.63થી 2.67; પ્ર. અચ. – (અ) વક્રી. – α = 1.542, β = 1.546, γ = 1.549 (બ) 2v = 820; પ્ર.સં. – દ્વિઅક્ષી (-ve); પ્રા. સ્થિ. પેગ્મેટાઇટ તેમજ ગ્રૅનાઇટ, સાયનાઇટ, પૉર્ફિરી, ઍન્ડેસાઇટ, ટ્રેકાઇટ ખડકોમાં તેમજ નાઇસ અને શિસ્ટ જેવા વિકૃત ખડકોમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે