ઑર્થોનાઇસ – ઑર્થોશિસ્ટ (orthogneiss – orthoschist) : વિકૃત ખડકોના પ્રકારો. પૂર્વ અસ્તિત્વ ધરાવતા અગ્નિકૃત ખડકો પર થતી વિકૃત પ્રક્રિયાની અસરો દરમિયાન તેમાં ખનિજીય, રાસાયણિક તેમજ કણરચનાત્મક ફેરફારો થાય છે. આર્કિયન રચના તરીકે ઓળખાતી ભારતની ખડકરચનામાં આ ખડકપ્રકારો મળી આવે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે