એવન નદી : મધ્ય ઇંગ્લૅન્ડની એક નદી. તે નેઝબી આગળથી શરૂ થઈને નૈર્ઋત્ય દિશામાં 155 કિમી. સુધી વહી સેવર્ન નદીને મળે છે. મોટાં વહાણો માટે અયોગ્ય હોવાથી તેમાં મુખ્યત્વે નાની નાવ વપરાય છે. તેની આજુબાજુનો પ્રદેશ વનશ્રી અને કુદરતી સૌંદર્યવાળો છે. ઇંગ્લૅન્ડના જગમશહૂર મહાન કવિ શેક્સપિયર આ નદીના કિનારે આવેલા સ્ટ્રેટફર્ડ-ઑન-એવનમાં રહેતા હતા.
નીતિન કોઠારી