એલ્મેન્ડાઇન (એલ્મેન્ડાઇટ) : ગાર્નેટ વર્ગનું એક ખનિજ. રા. બં. Al2Si3O12; સ્ફ. વ. ક્યુબિક; સ્વ. ડોડેકાહેડ્રોન અથવા ટ્રેપેઝોહેડ્રોન કે બંનેથી સંયોજિત અથવા હેક્સ ઑક્ટાહેડ્રોન સાથેના સ્ફટિકો. કેટલીક વાર જથ્થામય, સૂક્ષ્મ કે મોટા દાણાદાર અથવા જડાયેલા સ્ફટિકો તરીકે; રં. ઘેરો લાલ, રતાશ પડતો કથ્થાઈ કે કથ્થાઈ પડતો કાળો; સં. અભાવ; ચ. કાચમયથી રાળમય; ભં. સ. ખરબચડીથી વલયાકાર, બરડ; ચૂ. સફેદ; ક. 7.00થી 7.5; વિ. ઘ. 4.10થી 4.30; પ્ર. અચ. વક્રી. – N = 1.830; પ્ર.સં. – સાવર્તિક; પ્રા. સ્થિ. મુખ્યત્વે શિષ્ટ, નાઇસ અને અન્ય વિકૃત ખડકોમાં, વિકૃતિના સંસર્ગ વિભાગોમાં, કેટલાક અગ્નિકૃત ખડકોમાં અને જળકૃત ખડકોમાં કણજન્ય ખનિજ તરીકે. ઉ. કીમતી કે અર્ધકીમતી ખનિજ તરીકે ઝવેરાતમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે