એલોમાયસિસ : ભીની જમીન કે મીઠાં જળાશયોમાં વાસ કરનાર કશાધારી ચલિત-કોષી, સૂક્ષ્મજીવી ફૂગની એક પ્રજાતિ. સૃષ્ટિ : માયકોટા; વિભાગ : યૂમાયકોટા; વર્ગ : કાઇડ્રોમાયસેટ્સ; શ્રેણી : બ્લાસ્ટોક્લેડિયેલ્સ; કુળ : બ્લાસ્ટોક્લેડિયેસી; પ્રજાતિ : ઍલોમાયસિસ.
ઈ. જે. બટલરે 1911માં ફૂગની આ પ્રજાતિની શોધ ભારતમાં કરી હતી. આ પ્રજાતિના સભ્યો મુખ્યત્વે કાર્બનિક જીવાવશેષો પર ઊગે છે. આ પ્રજાતિ, 3 ઉપપ્રજાતિ (યૂએલોમાયસિસ, સિસ્ટોજિન્સ અને બ્રેકિયેલોમાયસિસ) અને 6 જાતિમાં વહેંચાયેલી છે. સીલોમાયસિટિસ spના દેહની અંદર મચ્છરના ડિમ્ભમાં કેટલાંક પરોપજીવીઓ વસે છે. એલોમાયસિસની કેટલીક ફૂગ વનસ્પતિઓમાં રોગ ઉપજાવે છે.
હરિવદન હીરાલાલ પટેલ