એમુંડસન સમુદ્ર : પૅસિફિક મહાસાગરની દક્ષિણે આવેલ સમુદ્ર. તે 70o દ. અ. થી 75o દ. અ. અને 100oથી 120o પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. એન્ટાર્ક્ટિકા ખંડના બાયર્ડ લૅન્ડના કાંઠાને તે સ્પર્શે છે. તેની પૂર્વમાં બેલિંગશૉસેન સમુદ્ર તથા પશ્ચિમમાં રૉસ સમુદ્ર આવેલા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે