એનેલ્સાઇટ (એનેલ્સાઇમ) : ઝિયોલાઇટ વર્ગનું એક ખનિજ. રા. બં. – NaAlSi2O6H2O; સ્ફ. વ. – ક્યુબિક; સ્વ. – સુવિકસિત ટ્રેપેઝોહેડ્રોન સ્વરૂપ, જથ્થામય, પટ્ટાદાર યુગ્મતા; રં. – રંગવિહીન, સફેદ, ભૂખરો, પીળાશ પડતો, ગુલાબી કે લીલાશ પડતો; સં. – અલ્પવિકસિત; ચ. – કાચમય; ભં. સ. – વલયાકાર સમ, બરડ; ક. 5થી 5.5; વિ. ઘ. – 2.22થી 2.29; પ્ર. અચ. – N = 1.479થી 1.493; પ્રા. સ્થિ. – બેસાલ્ટ અને મોન્ચિકાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાં તેમજ નેફેલિન અને સોડાલાઇટની પરિવર્તન પેદાશ સ્વરૂપે.
વ્રિજવિહારી દીનાનાથ દવે