ઍપોફાયલાઇટ : ઝિયોલાઇટનું ખનિજ. રા. બં. – Ca4K(Si4O10)2F.8H2O; સ્ફ. વ. – ટેટ્રાગોનલ; સ્વ. – બે પ્રકારના સ્ફટિક : (1) સેકન્ડ ઑર્ડર પ્રિઝમ (100), બેઝલપિનેકોઇડ સાથેનાં અન્ય ગૌણ સ્વરૂપો. આ પ્રકારના સ્ફટિકોમાં ક્યુબ જેવો દેખાવ જોવા મળે છે. (2) સેકન્ડ ઑર્ડર પ્રિઝમ (100) અને ફર્સ્ટ ઑર્ડર પિરામિડ (111) સંયોજિત કે ફક્ત પિરામિડથી બનેલા સ્ફટિકો કે દળદાર; રં. – દૂધ જેવા સફેદથી રંગવિહીન, રાખોડી, કેટલીક વખતે લીલાશ, પીળાશ કે રતાશ પડતો; સં. – બેઝલપિનેકોઇડને સમાંતર; ચ. – કાચમય, બેઝલપિનેકોઇડ ઉપર મૌક્તિક; ભં. સ. – ખરબચડી, બરડ; ચૂ. – સફેદ; ક. – 4.5થી 5.0; વિ.ઘ. – 2.30થી 2.40; પ્ર. અચ. – ω = 1.531થી 1.536, ε = 1.533થી 1.537 (+ve), ω = 1.537થી 1.545, ε = 1.535થી 1.544 (-ve); પ્ર.સં. – એકાક્ષી (ઉપર મુજબ +ve કે -ve); પ્રા. સ્થિ. – પ્રેહનાઇટ, કેલ્સાઇટ, એનેલ્સાઇટ, સ્ટિલ્બાઇટ અને અન્ય ખનિજો સાથે મુખ્યત્વે બેસાલ્ટ અને સંબંધિત ખડકોનાં કોટરોમાં. જવલ્લે ગ્રૅનાઇટ, નાઇસ અને ચૂનાખડકોનાં કોટરોમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે