ઉષ્ણીશ : બૌદ્ધ સ્તૂપોને ફરતી વેદિકા(railing)નો સૌથી ઉપરનો ભાગ. વેદિકાના બે બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી પીઢો (bars) સાલવીને ગોઠવવામાં આવતી. પીઢને સૂચિ પણ કહે છે. સ્તંભોની હારને આવરી લે તે રીતે સ્તંભોની સૌથી ઉપર આડી પીઢ મૂકવામાં

ઉષ્ણીશ

આવતી તેને ઉષ્ણીશ (coping stone) કહે છે. પીઢના તળિયે સ્તંભના અંતર પ્રમાણે છિદ્રો પાડીને તેમાં સ્તંભના મથાળાનો ઉપસાવેલો ભાગ સાલવીને ઉષ્ણીશ સાથે જોડવામાં આવતો. ઉષ્ણીશનો મથાળાનો ભાગ સહેજ નળાકાર રાખવામાં આવતો. 10થી 12 ફૂટ લાંબા ઉષ્ણીશને એકબીજાની નજીક નજીક ગોઠવીને સમગ્ર વેદિકાને આવરી લે તે રીતે ઉષ્ણીશની રચના થતી. બોધિગયા અને ભરહૂતના સ્તૂપની વેદિકાઓના ઉષ્ણીશની પડખેની બાજુઓ અલંકૃત છે.

થોમસ પરમાર