ઉત્તરાંગ : પ્રવેશદ્વારની રચનામાં સ્તંભો પર મૂકવામાં આવતો પટ્ટો, જેમાં ઘણી વખત કુંભ અથવા નવગ્રહ અથવા ગણેશની પ્રતિમા કંડારવામાં આવે છે. દ્વારશાખાઓની રચનાને અનુરૂપ ઉત્તરાંગની રચનાના ભાગો હોય છે. દ્વારશાખા, ઉત્તરાંગ વગેરેની રચનાની ભારતીય મંદિરસ્થાપત્યમાં વૈવિધ્યપૂર્ણ પ્રણાલી રહેલી છે.
રવીન્દ્ર વસાવડા