ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ લૉ
January, 2002
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ લૉ : 1904નું નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર સંસ્થા. 1873માં બેલ્જિયમમાં ઘેન્ટ મુકામે તે શરૂ કરવામાં આવી હતી. સંસ્થાનો મૂળ હેતુ આંતરરાષ્ટ્રીય કાનૂનનું પરિશીલન કરવાનો, તેનાં વેરવિખેર તત્વોને એકત્રિત કરીને સંહિતા રચવાનો તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઊભા થતા પ્રશ્નોના અભ્યાસ તથા તેમના ઉકેલનું દિશાસૂચન કરવાનો હતો. જુદા જુદા દેશોમાં આંતરરાષ્ટ્રીય કાનૂનના અર્થઘટન અંગે એકવાક્યતા સાધવાનો પ્રયત્ન પણ આ સંસ્થાએ કરેલો છે.
દેવવ્રત પાઠક