આસિયાન – ASEAN સમિટ 2025, (26થી 28 ઑક્ટોબર, 2025, ક્વાલાલુમ્પુર, મલેશિયા) : મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં યોજાયેલી સમિટ. 2026ની ASEAN બેઠક મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં 26થી 28 ઑક્ટોબર, 2025 સુધી યોજાઈ હતી, જેની અધ્યક્ષતા મલેશિયાના પ્રધાનમંત્રી અનવર બિલ ઇબ્રાહીમે કરી હતી. ફિલિપાઇન્સના સેબુ શહેરમાં આયોજિત આ બેઠકની થીમ હતી – Inclusivity & Sustainability એટલે કે સર્વસમાવેશકતા અને ટકાઉપણું. આશરે 70 કરોડ વસતી ધરાવતા ASEAN દેશો દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા હોવાથી નિર્ણાયક વળાંક પર છે, જ્યાં અભૂતપૂર્વ તકો અને વૈશ્વિક પડકારો બંને બંને છે. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી જયશંકરે કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સ મારફતે તેને સંબોધન કર્યું હતું.
બેઠકમાં તિમોર-લેસ્તેને સામેલ કરવાના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા હતા. આ શિખર સંમેલનમાં ASEAN + 1 શિખર સંમેલન અને ASEAN + 3 શિખર સંમેલન જેવાં અન્ય સંમેલનોનું આયોજન પણ સામેલ હતું. તેમાં તિમોર-લિસ્તેના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત ASEANના સભ્ય દેશોના તમામ નેતાઓ સામેલ થયા હતા. આ સંમેલનમાં તિમોર-લિસ્તેને ASEANના 11મા સભ્ય દેશ તરીકે ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યો, જે ટકાઉ અને સર્વસમાવેશક સમુદાય બનાવવા માટે ASEANના પ્રયાસોની એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી.
આ બેઠકમાં ASEAN જૂથના 11 દેશોના નેતાઓ એકમંચ પર આવ્યા હતા. આ સભ્ય દેશો છે – બ્રુનેઈ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાન્માર, સિંગાપોર, થાઇલૅન્ડ, તિમોર-લેસ્તે, વિયેતનામ અને ફિલિપાઇન્સ. બેઠકમાં મુખ્ય અતિથિ કૅનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મૅનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિયા હતા.
આ બેઠકમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત હતી – ચીન અને ASEAN દેશો વચ્ચે મુક્ત વેપાર સંધિ-(FTA)ના સંવર્ધિત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર. આ રીતે ચીને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે વેપારવાણિજ્યને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી હતી. સભ્ય દેશોએ શિખર સંમેલનમાં પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરીને શાંતિ અને સ્થિરતા પર ક્વાલાલુમ્પુર ઘોષણાપત્રનો સ્વીકાર કર્યો હતો.
બેઠકને વીડિયો કૉન્ફરન્સ મારફતે સંબોધન કરીને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયાઈ અર્થતંત્રમાં ભાગીદારી વધારવા વર્ષ 2026ને ASEAN-ભારત સહકાર વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. ASEAN-ભારત સંપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી(2026-30)નો અમલ કરવા ASEAN-ભારત કાર્યયોજનાના અમલ માટે બહોળો ટેકો આપવાની જાહેરાત પણ મોદીએ કરી હતી. સાથે સાથે, તેમણે ગુજરાતના લોથલમાં ઈસ્ટ એશિયા સમિત (EAS) મેરિટાઇમ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવા 7મી EAS કૉન્ફરન્સનું આયોજન કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી.
ASEAN વર્ષ 2030 સુધી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે અગ્રેસર છે – જે એના સાથસહકાર, વિવિધતા અને સહિયારા લક્ષ્યાંકોનો મજબૂત એક મોટો પુરાવો છે. આ શિખર સંમેલન દર બે વર્ષે યોજાય છે અને આગામી શિખર સંમેલન ફિલિપાઇન્સના શહેર સેબુમાં યોજાશે.
કેયૂર કોટક
