આલ્કમિયોન (આશરે ઈ. સ. પૂ. છઠ્ઠી સદી) : પ્રાચીન ગ્રીસનો તત્વજ્ઞાની અને ક્રોટોનની એકૅડેમીનો શરીરક્રિયાવિજ્ઞાની. સંશોધનના હેતુ માટે માનવશરીર ઉપર વાઢકાપ કરનાર તે પ્રથમ હતો. જીવતાં પ્રાણીઓનાં અંગ તપાસવા માટે વાઢકાપ કરનાર પણ તે પ્રથમ હતો. તે એવા નિષ્કર્ષ પર આવ્યો હતો કે માનવીનું મગજ તેની બુદ્ધિનું કેન્દ્ર છે. ઈ. સ. પૂ. 480ની આસપાસ થઈ ગયેલા તેના શિષ્યો એક્રોન અને પૌસાનિયસે પણ વૈદકશાસ્ત્રના ક્ષેત્રે મહત્વનાં સંશોધનો કર્યાં હતાં.

મહેશચન્દ્ર પંડ્યા