આન્દ્રા : જાણીતા પંજાબી લેખક સંતસિંહ શેખોં(જ. 30 મે 1908; અ. 1997)ની મનોવૈજ્ઞાનિક નવલકથા. તેમાં સળંગ ચેતનાપ્રવાહ (stream of consciousness) ની શૈલીમાં નાયકનું આંતરદ્વન્દ્વ દર્શાવ્યું છે. જમીનદારે એક જણનું ‘ખૂન’ કરાવવાનું ષડયંત્ર રચ્યું છે. હત્યારાઓને કામે લગાડ્યા છે. ત્યાં તેને ખબર પડે છે કે જેનું એ ખૂન કરવા તત્પર થયો છે તે તો એનો પૌત્ર છે. આથી એના ચિત્તમાં જે ઘમસાણ થાય છે તેનું સળંગ ચેતનાપ્રવાહના નિરૂપણ દ્વારા સચોટ દર્શન કરાવ્યું છે.

ગુરુબક્ષસિંહ