આનંદ : પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ. તેઓ સિદ્ધાર્થ ગૌતમના કાકાના દીકરા હતા અને દીક્ષા લીધા પછી બુદ્ધના નિકટતમ શિષ્ય હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે 25 વર્ષો સુધી બુદ્ધની સેવા કરી હતી. પોતાની પ્રતિભાને કારણે તેમને બૌદ્ધ સંઘમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ સાહિત્યનો સંગ્રહ કરવામાં તેમણે સંઘનું નેતૃત્વ કર્યું હતું.
પ્રવીણચંદ્ર પરીખ