આકર : પ્રાચીન માલવ દેશ. ક્ષત્રપ રાજા રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખ (ઈ. સ. 150)માં એના શાસન નીચે જે દેશો ગણાવ્યા છે તેમાં ‘આકર’ પહેલો દેશ છે. એના પછી તરત ‘આનંત્ય’ આવતો હોઈ આ ‘પૂર્વ માલવ’ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. આથી બૉમ્બે ગૅઝેટિયરમાં અવંતિને ઉજ્જયિની – અવંતિકા – અવંતીવાળો માળવાનો પશ્ચિમ ભાગ અને આકરને વિદિશા – ભેલસાવાળો પૂર્વભાગ ગણાવેલ છે. 7મી – 8મી સદી પછી સમગ્ર પ્રદેશ ‘માલવ’ કહેવાવા લાગ્યો હતો.
કે. કા. શાસ્ત્રી