આઇસોસાયનેટ્સ : -N = C = O સમૂહવાળાં સંયોજનો, જેમને અસ્થાયી આઇસોસાયનિક ઍસિડનાં વ્યુત્પન્નો ગણી શકાય. કાર્બનિક આઇસોસાયનેટ સંયોજનો મહત્વનાં છે. આઇસોસાયનેટ નીચેની રીતથી બનાવી શકાય.
RNH2 + COCl2 → RNCO + HCl
આ સંયોજનો તીવ્ર ખરાબ વાસવાળાં અને વિષાલુ હોય છે.
હાઇડ્રોક્સિ અને એમિનો સમૂહવાળાં સંયોજનો સાથે આઇસોસાયનેટની ત્વરિત પ્રક્રિયા થતાં અનુક્રમે યુરિથેન અને યુરિયા મળે છે.
RNCO + R’OH → RNHCOOR’
RNCO + R’NH2 → RNHCONHR’
2.4-ટોલાયલીન ડાયઆઇસોસાયનેટ (TDI) આસંજકો (adhesives) અને યુરિથેન ફોમની બનાવટમાં મોટા પ્રમાણમાં વપરાય છે. ભોપાલ દુર્ઘટના માટે મિથાઇલ આઇસોસાયનેટ જવાબદાર હતું.
પ્રવીણસાગર સત્યપંથી