આઇસલૅન્ડ : સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં 800 કિમી. દૂર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ. વિસ્તાર : 1,03,000 ચોકિમી. ત્યાં ધરતીકંપો વારંવાર થાય છે, પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. કુલ 200માંથી 30 જેટલા જ્વાળામુખી સક્રિય છે. અહીં નવા નવા બર્ફાચ્છાદિત જ્વાળામુખી શોધાતા રહે છે જે સક્રિય જ્વાળામુખી છે. મિશિગન સરોવરના કિનારે `બીઝારે’ બર્ફાચ્છાદિત જ્વાળામુખીનું પ્રસ્ફુટન થયું હોવાની નોંધ છે. 11 નવેમ્બર 2023ના રોજ અહીં ચોવીસ કલાકમાં આશરે 2000 કરતાં પણ વધુ ભૂકંપના આંચકા નોંધાયા હતાં. જેમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો આંચકો 5.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો હતો. જ્વાળામુખી પ્રસ્ફુટનના ભયથી બ્લુ લગૂન લૅન્ડમાર્ક શહેરને ખાલી કરાવવામાં આવ્યુ હતું. 19 ફેબ્રુઆરી 2020માં થયો હતો. રિક્જારિક ભૂશિર પાસે 2021ના માર્ચ માસના મધ્યમાં જ્વાળામુખીનાં પ્રસ્ફુટનની શરૂઆત થઈ હતી. આ જ્વાળામુખીમાંથી આશરે 300 મીટરની ઊંચાઈ સુઘી લાવા ફેંકાયો હતો. જે રિક્જાવિક પાટનગરથી 30 કિમી. દૂર આવેલો છે. જમીનના 1 %માં જ જંગલો છે અને 1,04,000 ચોકિમી.ના વિસ્તારમાંથી 78 ચોકિમી. વિસ્તાર જ ખેડાણલાયક છે. વસ્તી : 3,57,000 (2019). મોટાભાગના લોકો નૉર્ડિક છે, જેમાંના 60 %થી 80 % લોકો નૉર્વેથી આવેલા છે. 96.9 % પ્રજા ઇવેન્જેલિકલ લ્યૂથરન છે. સત્તાવાર ભાષા આઇસલૅન્ડિક. આઇસલૅન્ડ પર વસવાટની શરૂઆત નવમી સદીના આરંભમાં થઈ હતી. રાજધાની – ‘રિકજાવિક’.
આઇસલૅન્ડ મુક્ત અર્થતંત્રવાળો દેશ છે. આઇસલૅન્ડ 17 જૂન 1944ના રોજ સ્વતંત્ર થયેલો પ્રજાસત્તાક દેશ છે. 1980માં આઇસલૅન્ડમાં એક મહિલા ફિન્બોગૅડૉટીર વિગડિશ – રાષ્ટ્રપ્રમુખ બન્યાં, જે વિશ્વમાં એ પ્રકારની સૌપ્રથમ ઘટના છે.
હેમન્તકુમાર શાહ