આઇલ્સ : પાશ્ચાત્ય સંસ્કૃતિનાં દેવળોમાં દેવળના વચ્ચેના ભાગની બાજુમાં દેવળની અંદર ફરવાની સમાંતર જગ્યાઓ. ઘણુંખરું આ જગ્યાઓ સ્તંભોની કતારથી વચ્ચેના ભાગથી અલગ પડતી અને મુખ્ય ખંડના પ્રમાણમાં તે નીચી રહેતી. તેનો બીજો મજલો પણ રાખવામાં આવતો, જેથી ભાવિકો ઉપરના ભાગમાં પણ જઈ શકે અને ધાર્મિક પ્રસંગોમાં વધુ ભાવિકો દેવળની અંદર સમાઈ શકે.

Aisle.bristol.cathedral

આઇલ્સ – બ્રિસ્ટોલ કેથેડ્રલ, ઈંગ્લેન્ડ

સૌ. "Aisle.bristol.cathedral" | Public Domain, CC0

રવીન્દ્ર વસાવડા