અળશીનો અલ્ટરનેરિયા : અળશીનો સુકારો. રોગકારક ફૂગ અલ્ટરનેરિયા લીની (Alternaria lini Dey).
લક્ષણો : પાન, થડ અને બીજના આવરણવાળા ભાગ ઉપર શરૂઆતમાં આછા ગુલાબી અને કથ્થાઈ ડાઘ પડે છે, જે ઉગ્ર સ્વરૂપમાં ઘેરા કથ્થાઈ રંગના થઈ જાય છે. આવા ડાઘ સમય જતાં આખા છોડ ઉપર પ્રસરે છે.
રોગપ્રેરક બળો : ઠંડું અને ભેજવાળું વાતાવરણ. પ્રતિવર્ષે ડાંગરનો જ પાક. રોગયુક્ત વિસ્તારનું બીજ. રોગગ્રાહ્ય જાત.
ઉપાયો : રોગમુક્ત વિસ્તારનું રોગપ્રતિકારક બીજ વાવવું. ઉપરાંત રોગની શરૂઆતમાં ઝાયનેબ અથવા મેન્કોઝેબ દવાઓ 7.25 %ના દરે છાંટવી.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ