અલ્બેટ્રૉસ ટાપુઓ : અલ્બેટ્રૉસ નામથી ઓળખાતા બે ટાપુઓ, જે ભિન્ન ભિન્ન સ્થળે આવેલા છે. તેમાંનો એક આર્જેન્ટીનાના કિનારા નજીક તો બીજો ઑસ્ટ્રેલિયાના કિંગ ટાપુ અને તાસ્માનિયા ટાપુની વચ્ચે છે.
આર્જેન્ટીનાના કિનારા નજીકનો અલ્બેટ્રૉસ ટાપુ બ્રિટનની સત્તા હેઠળ છે અને તે દક્ષિણ જ્યૉર્જિયાનો ભાગ છે. તેનું ભૌગોલિક સ્થાન આટલાન્ટિક સમુદ્રની દક્ષિણે 540 04´ દ. અક્ષાંશ અને 370 285´ રેખાંશ પર છે.
તે જ નામનો બીજો ટાપુ ઑસ્ટ્રેલિયાના તાસ્માનિયા પ્રાંતની ઉત્તર-પશ્ચિમે 40.24 દ. અક્ષાંશ અને 144.40 પૂ. રેખાંશ પર આવેલો છે અને તે તાસ્માનિયા પ્રાંતનો ભાગ છે. અહીંની વસ્તી 5,09,965 (2016) છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે