અલાસ્કા પર્વતમાળા : યુનાઇટેડ સ્ટે્ટસના રાજ્ય અલાસ્કામાં દક્ષિણે વિસ્તરેલી પર્વતમાળા. તે સમુદ્રકિનારાને લગભગ સમાંતર પથરાયેલી છે. ઉત્તરે મેકકિન્લી પર્વતમાળા સાથે ને દક્ષિણે રોકીઝ પર્વતમાળા સાથે તે જોડાયેલી છે. નૈર્ઋત્ય તરફ સમુદ્રમાં એલ્યુશિયન પર્વતમાળા તરીકે તે વિસ્તરેલી છે, જેનાં ઊંચાં શિખરો ટાપુ સ્વરૂપે જોવા મળે છે. આ પર્વતમાળાની ઉત્તરે યુકોન અને કુસ્કોક્વિમ નદીનાં મેદાનો આવેલાં છે.
આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર સેંટ ઇલિયાસ (5,942 મીટર) છે.
મહેશ મ. ત્રિવેદી