અરણ્યાની : એક જ સૂક્ત(10-146)માં ઉદબોધન પામેલાં અરણ્યાની એટલે કોઈક નિર્જન અરણ્યનાં પાલયિત્રી અધિદેવતા. રાત્રિની નીરવતામાં અનેક પશુપંખીઓના ભયજનક અવાજોના વાતાવરણને પડછે વગર ખેતીએ સ્વાદુ ફળો અને અન્નભંડારો ધરાવતાં આ અહિંસક વનદેવતાની પ્રશસ્તિ મંત્રદ્રષ્ટા ઋષિ मृगाणां मातरम् તરીકે કરે છે.
જયાનંદ દવે