અભ્યુપગમવાદ

January, 2001

અભ્યુપગમવાદ : પ્રતિવાદીનો મત વાદીને ઇષ્ટ ન હોય તોપણ તે મતના બળનું નિરીક્ષણ કરવા માટે, તે મતનો અભ્યુપગમ અર્થાત્ સ્વીકાર કરવામાં આવે અને પછી પોતાના મતને સાચો અને પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા વાદ (નિશ્ર્ચિત પ્રકારની ચર્ચા) કરવામાં આવે તે ચર્ચાપદ્ધતિ. (प्रतिवादिचलनिरीक्षणार्थम् अनिष्टम् स्वीकरणम्). આ અભ્યુપગમવાદ પ્રૌઢિવાદ જેવો છે. પ્રૌઢિવાદ અર્થાત્ વાદીએ કરેલું સાહસપૂર્ણ નિશ્ચયાત્મક વિધાન (a bold assertion). અભ્યુપગમવાદમાં વાદી પ્રતિવાદીના મતને પહેલાં માનવા ખાતર માની લેવાની હિંમત દર્શાવે છે. તેમ માનીને વાદ કરવા જતાં પણ પ્રતિવાદીનો મત સાચો ઠરતો નથી.

લક્ષ્મેશ વ. જોશી