અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’ (જ. 15 જાન્યુઆરી 1875, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 9 નવેમ્બર 1953, સાઉદી અરેબિયા) : સઉદી આરબ વહાબી રાજ્યનો સ્થાપક. પિતાનું નામ અબ્દુર્રહમાન બિન ફૈસલ. 18મી સદીના નામાંકિત આરબ બાદશાહ મુહમ્મદ બિન સઊદનો વંશજ હોવાથી ‘ઇબ્ન સઊદ’ કુટુંબનામ છે. ઘણાં સંકટો વેઠ્યા પછી 1902માં કુવેતના શેખ મુબારકની સહાયથી રિયાધ કબજે કરીને આધુનિક સઊદી આરબ વહાબી રાજ્યની તેણે સ્થાપના કરી હતી, જેમાં નજદ અને હિજાઝ સામેલ છે. 8 જાન્યુઆરી 1926ના રોજ તેણે હિજાદ અને નજદના બાદશાહનો ઇલકાબ ધારણ કર્યો હતો. મૃત્યુ પછી તેના પુત્રો સઊદ, ફૈસલ, ખાલિદ બાદશાહ થયા. આજે ફહદ સઉદી અરબનો બાદશાહ છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ