અબ્દુર્રહેમાનખાન

January, 2001

અબ્દુર્રહેમાનખાન (જ. 1844, કાબુલ, અફઘાનિસ્તાન; અ. 1 ઑક્ટોબર 1901, કાબુલ, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો અમીર. પિતાનું નામ અફઝલખાન અને પિતામહનું નામ દોસ્ત મહમ્મદ હતું. ગાદીવારસા માટેના સંઘર્ષમાં શેર અલીનો વિજય થતાં તેણે સમરકંદમાં આશ્રય લીધેલો. બીજા અફઘાન વિગ્રહને અંતે 1879માં અંગ્રેજ સરકારે અબ્દુર્રહેમાનને રાજા તરીકે માન્ય કર્યો હતો. દેશની વિદેશનીતિ તેણે અંગ્રેજોના હસ્તક આપી હતી. અબ્દુરે રાષ્ટ્રીય બળવાન લશ્કર અને કર ઉઘરાવવાની અસરકારક વ્યવસ્થા વડે અફઘાનિસ્તાનને સ્થિર રાજ્ય બનાવ્યું હતું.

અફઘાનિસ્તાન અને હિંદની સરહદ તરીકે દુરાન્દ (Durand) રેખાને માન્ય કરવામાં આવી છે.

જ. જ. જોશી