અન્નવાહક પેશી (phloem) : અન્નવાહક (લોએમ – Phloem) : અન્નવાહક અથવા અધોવાહી એ એક પ્રકારની વાહક કે વહન કરનાર પેશી છે અને તે નીચે પ્રમાણેના પદાર્થ તથા ભાગોની બનેલી છે. (અ) ચાલની નળી, ચાલની નલિકા (બ) સાથીકોષ (ક) અન્નવાહક મૃદુતક અને (ડ) અધોવાહી તંતુઓ – (અલ્પ પ્રમાણમાં)
અન્નવાહક સંપૂર્ણતયા કાર્ય માટે તૈયાર ખોરાકનું વહન પર્ણથી લઈને સંગ્રહ કરનાર અંગ તેમજ વૃદ્ધિ પામતાં મૂળ અને શાખાઓના ભાગોમાં પહોંચાડે છે.
(અ) ચાલની નલિકા – (આ. 1, 2) ચાલની નલિકા એ ગોળાકાર નલિકા જેવી રચના જેમાં લંબાઈમાં કોષો એક છેડાથી બીજા છેડા સુધી ગોઠવાયેલ હોય છે. તેની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી, તેની દરેક આડી દીવાલ એટલે કે બે નલિકાના જોડાણવાળો ભાગ એક થાળી-પ્લૅટ અથવા ચાળણી જેવો લાગતો હોવાથી, તેને ચાલની પટ્ટીકા કહે છે. શિયાળાની ઋતુ દરમિયાન આ ચાલની નલિકાઓ પાતળા પડથી ઢંકાયેલ રહે છે જેને કેલોઝ અથવા કેલોઝ પડ કહે છે. જ્યારે વસંત ઋતુમાં અથવા તો ઉનાળામાં આ કેલોઝ હેલસ કાયમી અથવા ચિરસ્થ બને અને તેથી તે જમા થયેલું જોવા મળે છે. આ ચાલની નલિકામાં કોષકેન્દ્ર હોતું નથી પરંતુ સાથોસાથ રસસ્તરનું એક આવરણ અથવા સ્તર જે છિદ્રમાં પણ થઈને આગળ જાય છે. ચાલની નલિકા તૈયાર થયેલાં ખોરાકનું વહન અને દ્રાવ્ય પ્રોટીન તેમજ કાર્બોદિત પદાર્થ જે પર્ણમાં તૈયાર થયેલા ખોરાક સંગ્રહ કરનાર અંગમાં કે વિકસિત ભાગમાં વાનસ્પતિક કાયના હોય છે. જે ભારે પદાર્થ એકત્ર થયેલ ખોરાક હોય તે ચાલની નલિકા પટ્ટીના વચ્ચે સાંકડા ભાગમાં જોવા મળે છે.
(બ) સાથી કોષ – સાદા ગર્ત કે છિદ્ર સાથે જોડાયેલા અને દરેક ચાલની નલિકા સાથે રહી સરળ પાતળા દીવાલવાળા કોષને સાથી કોષ કહે છે. તે જીવંત અને તેમાં જીવરસ અને લંબાયેલ કોષકેન્દ્ર હોય છે. આ સાથી કોષ માત્ર સપુષ્પ આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં જ જોવા મળે છે.
(ક) અન્નવાહક મૃદુતક – અન્નવાહક પેશી સાથે થોડા મૃદુતક કોષો જે અન્નવાહક પેશી સાથે હોય છે. આ કોષો જીવંત અને તેનો આકાર નળાકાર હોય છે. અન્નવાહક મૃદુતક આમ છતાં મોટે ભાગે એકદળી વનસ્પતિમાં ગેરહાજર હોય છે.
(ડ) કઠિન તંતુઓ – ઢોતક કોષો જ્યારે અન્નવાહકમાં જોવા મળે ત્યારે કઠિનને, કઠિન તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ કોષો પ્રાથમિક અન્નવાહકમાં હોતા નથી. પણ કોઈક વાર તે દ્વિતીય અન્નવાહકમાં જોવા મળે છે.
હવે આ પેશીને મીથેલીન બ્લૂ વડે અભિરંજિત કરવામાં આવે છે. ખોરાક હાજર હોય ત્યાં આ અભિરંજક ઘેરા રંગનું રહે છે અને બાકીની જીવંત પેશીના દરેક કોષોની દીવાલ આછો ભૂરો રંગ ધારણ કરે છે. આ અન્નવાહક જીવંત અને મૃદુતક કોષોની બનેલી પેશી છે માટે તેને જીવીતક પેશી પણ કહે છે. અન્નવાહક તેના કાર્ય પ્રમાણે પર્ણથી લઈને વિકસિત ભાગ મૂળ-પ્રકાંડની ટોચ સુધી પહોંચાડે છે. એટલે કે ખોરાકનું વહન ચોક્કસ સ્થાનથી લઈને ચોક્કસ જ્યાં જરૂરિયાત છે તે સ્થાને પહોંચાડે છે જેથી જીવિત અંગ તેનો વિકાસ સાધી શકે છે. પુષ્પ ખીલે છે, ફળ બને અને વિકસિત પાકેલા ફળનો માત્ર માનવ જ ઉપયોગ કરે છે અથવા પોતાના અન્ય કાર્યમાં માનવ આ ફળોને અન્ય સ્થળે પહોંચાડે છે.
ડી. સી. ભટ્ટ