અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ (consequent streams and drainage) : ભૂમિના ઢાળને અનુસરીને વહેતાં ઝરણાં. કેટલાંક ઝરણાં (કે નદીઓ) જે વિસ્તારમાં થઈને વહે છે તે ત્યાંની ભૂમિસપાટીના ઊંચાણ-નીચાણને અનુસરે છે અને પોતાની જળપરિવાહ રચના તૈયાર કરે છે. આવાં ઝરણાંને અનુવર્તી ઝરણાં અને જળપરિવાહને અનુવર્તી જળપરિવાહ કહે છે.

અનુવર્તી ઝરણું -– જળપરિવાહ
આ પ્રકારનાં ઝરણાં મૂળ ભૂમિસપાટીના ઢોળાવને અનુસરીને વહેતાં હોય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે