અણુઘૂર્ણન (molecular rotation) : પ્રકાશક્રિયાશીલ પદાર્થના વિશિષ્ટ ઘૂર્ણન ને તેના અણુભારથી ગુણતાં મળતી સંખ્યા.
અહીં અણુઘૂર્ણન અને MW અણુભાર છે.
અણુઘૂર્ણનની આ રીતે મેળવેલી કિંમત ઘણી ઊંચી હોવાથી સમીકરણની જમણી બાજુને 1૦૦ વડે ભાગીને આ કિંમત દર્શાવવામાં આવે છે.
ધ્રુવીભૂત પ્રકાશના તલને એક અથવા બીજી દિશામાં ફેરવવાના ગુણધર્મને પ્રકાશક્રિયાશીલતા કહેવામાં આવે છે. ટાર્ટરિક ઍસિડ, ખાંડ, ગ્લુકોઝ જેવા પદાર્થો આ ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ પદાર્થ માટે ઘૂર્ણનનું મૂલ્ય વિશિષ્ટ ઘૂર્ણન a સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે (1) પ્રકાશક્રિયાશીલ પદાર્થની પ્રકૃતિ, (2) દ્રાવણનું સંકેન્દ્રણ d = ગ્રામ/1૦૦ મિલી. (3) પોલેરિમિટરની નળીની લંબાઈ (l-ડેસિમી.), (4) પ્રકાશની તરંગલંબાઈ (λ), ઉષ્ણતામાન (t0 સે.), અને પદાર્થને ઓગાળવા માટે વપરાતા દ્રાવકની પ્રકૃતિ પર અવલંબે છે. કોઈ એક તાપમાને અને તરંગલંબાઈએ એકવર્ણીય પ્રકાશ તરીકે સોડિયમ D રેખા (598.3 નૅ.મી.) અથવા મરક્યુરી F રેખાનો (546.1 ને.મી.) ઉપયોગ કરવામાં આવે છે.
અણુઘૂર્ણન અને સંયોજનની સંરચના અથવા અણુવિન્યાસ સાથે પારસ્પરિક સંબંધ હોય છે. D તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશક્રિયાશીલતા માપવામાં બે પ્રકારના નિયમો – અધ્યારોપણનો નિયમ (rule of superposition) અને વિચલનનો નિયમ (rule of shift) – ઉદભવ્યા છે.
વિચલનનો નિયમ કાર્બનિક પ્રકાશક્રિયાશીલ પદાર્થનાં; ખાસ કરીને સ્ટીરૉઇડ સંયોજનોનાં, અણુવિન્યાસ (conformation) નક્કી કરવામાં વપરાય છે. સ્ટીરૉઇડ અણુમાં અસમમિત (asymmetric) કેન્દ્રો એકબીજાંથી દૂર હોય છે. તેથી ઘૂર્ણનમાં તેમનો ફાળો સ્વતંત્ર છે. અણુઘૂર્ણન તફાવતના નિયમ અનુસાર કોઈ પણ સંયોજનનું અણુઘૂર્ણન પ્રાથમિક મૂળ બંધારણના ઘૂર્ણન અને ક્રિયાશીલ સમૂહના ઘૂર્ણન(Δ કિંમતો)ના સરવાળા બરાબર હોય છે. દરેક સમૂહની Δ કિંમત તેના સ્થાન અને વિન્યાસ પર આધાર રાખે છે અને તે એકબીજાથી સ્વતંત્ર છે. (અસંતૃપ્ત સમૂહો ગેરહાજર હોય તે જરૂરી છે). આનો ઉપયોગ કરી અણુના વિન્યાસ તથા દ્વિબંધનું સ્થાન નક્કી કરી શકાયું છે. નીચેના કોષ્ટકમાં કેટલીક Δ કિંમતો આપી છે.
સમૂહનું સ્થાન | -OH | -OH | >-OH | C = O |
5- | ||||
3 | + 5 | – 2 | + 71 | – |
6 | + 55 | – 50 | – 113 | – |
2:3 | – | – | – | + 152 |
3:4 | – | – | – | + 123 |
5:6 | – | – | – | – 298 |
5-β-શ્રેણી | ||||
3 | + 30 | + 1 | + 37 | |
6 | – 100 | + 7 | – 262 | |
2:3 | – | – | – 24 | |
3:4 | – | – | – 44 | |
5:6 | – | – | – 298 |
(મૂળ પ્રાથમિક બંધારણ)
5–કોલેસ્ટેન | + 91 | 5–કોલેસ્ટેન | + 97 |
5–એન્ડ્રોસ્ટેન | + 5 | 5–કોલેસ્ટેન | + 11 |
5–પ્રેગ્નેન | + 52 | 5–પ્રેગ્નેન | + 97 |
દા.ત., કોલેસ્ટેનોલ એટલે 5-α-કોલેસ્ટેન-3β-ઓલ
ગણેલી કિંમત 91 + 1 = 91, પ્રેક્ષિત કિંમત = 93;
કોલેસ્ટ-2-ઇન : ગણેલી કિંમત 91 + 152 = 243, પ્રેક્ષિત કિંમત = 248
બીજો વિકલ્પ કોલેસ્ટે-૩-ઇન :
ગણેલી કિંમત 91 + 123 = 214. પ્રેક્ષિત કિંમત 248. આ કિંમત પ્રેક્ષિત કિંમત કરતાં જુદી છે.
મહેન્દ્ર શાહ
પ્રવીણસાગર સત્યપંથી