અગરબત્તીનો રોગ : ડાંગરનો ઉડબત્તા રોગ. ડાંગરનો આ રોગ ઇફેલિસ ઓરાઇઝી (Ephelis oryzae Syd) નામની ફૂગથી થાય છે. આ રોગથી ઝાંખી, નાની, સખત અને સીધી ડૂંડી છોડની ફૂટમાંથી બહાર આવે છે જેમાં દાણા ચોટેલા હોય છે, પણ દાણાનો વિકાસ થતો નથી. રોગયુક્ત બીજ, થોડું મોડું વાવેતર, સહયજમાન પાક (સાથે ઉગાડેલો પાક) વગેરે આનાં ઉત્પાદક બળો છે.
ઉપાયો : 500થી 540 સે. તાપમાનવાળા પાણીમાં બીજને દશ મિનિટ માવજત આપીને વાવવામાં આવે છે. રોગયુક્ત વિસ્તારનું બીજ વાવવું હિતકર નથી. સહયજમાન પાકનો નાશ કરવાનું સૂચવવામાં આવે છે.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ