સુકૃત-સંકીર્તન

January, 2008

સુકૃતસંકીર્તન : કવિ અરિસિંહ ઠક્કુરે 11 સર્ગોનું રચેલું કાવ્ય. તેમાં વસ્તુપાલનાં સુકૃત્યોનું વર્ણન કરેલું છે. કવિએ વનરાજથી લઈ સામંતસિંહ સુધીના ચાવડા રાજાઓ, મૂલરાજથી શરૂ કરીને ભીમદેવ 2જા સુધીના ચૌલુક્ય (સોલંકી) રાજાઓ તથા અર્ણોરાજથી લઈને વીરધવલ સુધીના વાઘેલા વંશના રાજાઓનો ઇતિહાસ ટૂંકમાં નિરૂપ્યો છે.

જયકુમાર ર. શુક્લ