વૉન, સોલત્ઝા (. 3 જાન્યુઆરી 1944, સૅન ફ્રૅન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાનાં મહિલા તરણ-ખેલાડી. 1960ના ઑલિમ્પિક રમતોત્સવમાં તેઓ 3 સુવર્ણચન્દ્રક (400 મી. ફ્રીસ્ટાઇલ અને 2 રિલે) તથા 1960ના ઑલિમ્પિકમાં 100 મી. ફ્રીસ્ટાઇલમાં રૌપ્ય ચન્દ્રક જીત્યાં હતાં. યુ.એસ. તરણ-કૌશલ્યમાં તેમણે નવી ચેતના પ્રગટાવેલી.

1959ની પૅન-અમેરિકન ગેમ્સમાં તેઓ 5 સુવર્ણચન્દ્રક(100 મી., 200 મી. અને 400 મી. ફ્રીસ્ટાઇલ)નાં વિજેતા બન્યાં; 16 વર્ષની વયે તેઓ નિવૃત્ત થયાં ત્યારે તેમણે 75 યુએસ વિક્રમ અંકે કર્યા હતા અને 1960માં 400 મી. ફ્રીસ્ટાઇલમાં 4 : 44.5નો વિશ્વવિક્રમ આંક નોંધાવ્યો હતો.

મહેશ ચોકસી