Zoology

સંરક્ષણ (conservation) વન્યજીવ

સંરક્ષણ (conservation) વન્યજીવ : જનીનિક વિભિન્નતાઓ (variations), જાતિ (species) અને વસ્તીની વિવિધતાઓ, તેમજ જાતિ અને નિવસનતંત્રમાં થતી પ્રક્રિયાઓ વચ્ચેની આંતરક્રિયાઓનું સંરક્ષણ. નિવસનતંત્રમાં થતી પ્રક્રિયાઓમાં આબોહવા અને જલનિકાસ(drainage)ની અસરો જેવા જીવનને આધાર આપતા નિવસનતંત્રના ગુણધર્મોનો સમાવેશ થાય છે. જૈવ વિવિધતા(biodiversity)ના સંરક્ષણના હેતુઓ આ પ્રમાણે છે : (1) નિવસનતંત્રના જૈવ અને અજૈવ…

વધુ વાંચો >

સંવનન (courtship)

સંવનન (courtship) : પ્રજનનાર્થે દ્વિલિંગી પ્રાણીઓના નર અને માદા પ્રજનકો એકબીજાના સંપર્કમાં આવે એ હેતુસર તેમને આકર્ષવા માટેની કુદરતી સંઘટનાત્મક કાર્યવિધિ. મૃત્યુ એક અનિવાર્ય ઘટના હોવાથી વંશવેલો ચાલુ રાખવા સંતતિનું નિર્માણ થાય તે આવશ્યક છે. એક જ જાતના નર અને માદા સભ્યો એકઠાં થતાં સંગમ(mating)ના પરિણામે જનનકોષોના યુગ્મનથી નવી પ્રજા…

વધુ વાંચો >

સંવેદના અને સંવેદનાગ્રાહી અંગો

સંવેદના અને સંવેદનાગ્રાહી અંગો આંતરિક અને બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારોની અસરથી ઉત્તેજના પામી મનુષ્ય અને અન્ય પ્રાણીઓની શરીર દ્વારા દર્શાવાતી પ્રતિક્ષિપ્ત લાગણીની પ્રક્રિયા કે અનુભૂતિ. આ અનુભૂતિ શરીરની બહાર શ્રવણ, દૃષ્ટિ, ઘ્રાણ, સ્વાદ કે સ્પર્શથી થાય છે; જ્યારે શરીરની અંદર હલનચલન, શરીરની સમતુલા, ભૂખ, રુચિ, વેદના, તૃષા વગેરેથી થાય છે.…

વધુ વાંચો >

સંશોધનલક્ષી પ્રાણીઘર

સંશોધનલક્ષી પ્રાણીઘર : સંશોધન માટેના પ્રયોગોમાં ઉપયોગમાં લેવાનાં પ્રાણીઓને રાખવાની જગ્યા. આપણી સામાન્ય સમજ મુજબ પ્રાણીઘર એટલે એવી જગ્યા જ્યાં પ્રાણીઓને રાખવામાં આવે છે અથવા પ્રાણીઓ રહે છે. જેમ માણસ પોતાના રહેવા માટે ઘર બનાવે છે, તેવી જ રીતે પ્રાણીઓ પણ પોતાના રહેવા માટે ઘર બનાવે છે. પ્રાણીઓનાં આ ઘર…

વધુ વાંચો >

સાઇટ્રિક ઍસિડ

સાઇટ્રિક ઍસિડ : જુઓ ચયાપચય.

વધુ વાંચો >

સાપ (snake)

સાપ (snake) : મેરુદંડી સમુદાય, પૃષ્ઠવંશી અનુસમુદાય, સરીસૃપ વર્ગના ઑફિડિયા શ્રેણીનું પ્રાણી. સાપની 2,900 જેટલી વિવિધ જાતિઓ પૃથ્વી પર વસે છે, જે પૈકી ભારતમાં અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા સાપ ઝેરી છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 4ની છે, બાકીના મોટાભાગના દરિયાઈ ઝેરી સાપ…

વધુ વાંચો >

સાબર (Sambar)

સાબર (Sambar) : સામાન્યપણે મૃગ (અથવા હરણ) નામથી ઓળખાતા નખરિત (ungulate) શ્રેણીના (cervidae) કુળનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતું સાબર અન્ય પ્રદેશમાં વસતા તમામ સાબર કરતાં કદમાં સૌથી મોટું હોય છે. તે cervus unicolor, (Kerr) – એ શાસ્ત્રીય નામથી ઓળખાય છે. તેની ઊંચાઈ 1.3 મીટર જેટલી હોય છે. પુખ્ત વયના સાબરનું…

વધુ વાંચો >

સાયટોક્રોમ

સાયટોક્રોમ : શ્વસન અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાઓની શૃંખલામાં ઇલેક્ટ્રૉનોની આપ-લે કરનાર લોહયુક્ત નત્રલો પૈકીનું એક કુળ. આ કુળ કે સમૂહમાં સાયટોક્રોમ a, b, c અને dની સંજ્ઞાઓથી ઓળખાય છે; જેમ કે, સાયટોક્રોમ-a, સાયટોક્રોમ-b વગેરે. સાયટોક્રોમ વિવિધ રીતે ઇલેક્ટ્રૉનનું વહન કરે છે અને જારક શ્વસન કરનારા લગભગ બધા જ જીવોમાં અપચયોપચય અભિક્રિયા…

વધુ વાંચો >

સારસ

સારસ : ભારતનું સૌથી મોટું પક્ષી. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર(બ્રહ્મદેશ)માં પણ ખેતરો કે જળાશયોની આસપાસ હમેશાં જોડમાં જોવા મળે છે. સારસ ગીધથી મોટું, ઊભું રહે ત્યારે 1.22થી 1.52 મીટર (4થી 5 ફૂટ) ઊંચું દેખાય છે. લાલ ડોક, રાખોડી રંગનું શરીર અને લાંબા રાતા પગ ધરાવતું, લગભગ મનુષ્યની ઊંચાઈવાળું આ…

વધુ વાંચો >

સાલમન (Salmon)

સાલમન (Salmon) : ઉત્તર આટલાન્ટિક અને ઉત્તર પૅસિફિક મહાસાગરોમાં મોટા પ્રમાણમાં મળી આવતી મોટા કદની, ચાંદી-સમા ચળકાટવાળી, નરમ મીનપક્ષ ધરાવતી, સાલ્મોનિડી (salmonidae) કુળની, અસ્થિ-મત્સ્ય (osteothysis) જાતની માછલી. સાલમન-વર્ગીકરણ : મુખ્ય જાતિ અને પ્રજાતિ – (1) ઑન્કોરિંક્સ અને (2) સાલ્મો સલ્વર. કુળ         –    સાલ્મોનિડી શ્રેણી        –    ક્લુપિફૉર્મિસ પેટાવર્ગ         –     …

વધુ વાંચો >