Zoology
સમુદ્રતારા (star fish) (તારકમત્સ્ય)
સમુદ્રતારા (star fish) (તારકમત્સ્ય) : દરિયાકિનારે મળી આવતું અને ધીમે ધીમે સરકી ગતિ કરતું તારા જેવા આકારનું શૂળત્વચી (echinodermata) સમુદાયના તારકિત-કાય (asteroidea) વર્ગનું દેહકોષ્ઠી (coelomate) પ્રાણી. તે એકાકી અથવા સમૂહમાં રહે છે. તેના શરીરની મધ્યમાં એક મધ્યસ્થ તકતી આવેલી હોય છે અને તેના પરથી પાંચ અથવા પાંચના ગુણાંકની સંખ્યામાં હાથ…
વધુ વાંચો >સમુદ્રધેનુ અથવા સાગરસુંદરી (sirenia)
સમુદ્રધેનુ અથવા સાગરસુંદરી (sirenia) : ગ્રીક ભાષામાં sirenનો અર્થ sea nymph એટલે કે સમુદ્રપરી થાય છે. આ પ્રાણી નદી તથા સમુદ્રના કિનારાના પાણીમાં જોવા મળે છે. ઍટલૅન્ટિક મહાસાગરમાંથી મેનેટી (manatee) અને પ્રશાંત તથા હિંદી મહાસાગરમાંથી ડુગોંગ (dugong) નામની સમુદ્રધેનુઓ મળી આવે છે. વાસ્તવમાં આ બંને અલગ શાખાઓનાં પ્રાણીઓ છે અને…
વધુ વાંચો >સરિસૃપ
સરિસૃપ : પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈ ચાલતો, જમીનનિવાસી પ્રાણીઓનો એક વર્ગ. સરિસૃપ કરોડરજ્જુવાળાં ચતુષ્પાદ (tetrapods) પ્રાણીઓ તેમના ગર્ભની આસપાસ ઉલ્વ(amnion)નું આવરણ આવેલું હોવાથી તે ઉલ્વધારી (amniote) કહેવાય છે. અત્યારે નીચે મુજબની ચાર શ્રેણીઓ (orders) હયાત છે : 1. ક્રૉકોડિલિયા (મગર, કેઇમન, ઍલિગેટર જેવાં પ્રાણીઓ) : 23 જાતિઓ. 2. રિન્કોસિફેલિયા (ન્યૂઝીલૅન્ડના…
વધુ વાંચો >સસલું
સસલું : લાંબા કર્ણ, ટૂંકી પૂંછડી, કૂદકા મારી ચાલતું, રુવાંટીવાળું સસ્તન વર્ગનું નાજુક પ્રાણી. સસ્તન વર્ગની લૅગોમોર્ફા (Lagomorpha) શ્રેણીનું આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં વસાહતી અંગ્રેજોએ ઓગણીસમી સદીમાં પ્રથમ દાખલ કર્યું. હવે ત્યાં સસલાંની વસ્તી ખૂબ વધી ગઈ છે. ભૂખરા રંગની મૂળ જંગલી જાતિમાંની…
વધુ વાંચો >સસ્તન (Mammal)
સસ્તન (Mammal) : પૃષ્ઠવંશી પ્રાણીઓનો સ્તન કે આંચળ ધરાવતાં અને મોટેભાગે બચ્ચાંને જન્મ આપતાં જળચર કે ભૂચર પ્રાણીઓનો એક વર્ગ. લક્ષણો : સસ્તન પ્રાણીઓ સમતાપી તાપમાન ધરાવતાં અને ચામડી પર વાળનું આવરણ ધરાવતાં એમ્નીઓટ જૂથનાં પ્રાણીઓ છે. તેઓ બાહ્યકર્ણ એટલે કે કર્ણપલ્લવ (pinna) ધરાવે છે. મધ્ય-કર્ણ ઇન્કસ, મેલિયસ અને સ્ટેપીસ…
વધુ વાંચો >સહઉત્સેચકો
સહઉત્સેચકો : જુઓ ઉત્સેચકો.
વધુ વાંચો >સહજીવન (symbiosis)
સહજીવન (symbiosis) : સજીવ સૃદૃષ્ટિના બે અથવા વધારે અલગ અલગ જાતિના (species) સભ્યોની લાંબા કે ટૂંકા સમય માટે એકબીજાના ગાઢ સંપર્કમાં રહી જીવન વ્યતીત કરવાની જીવનશૈલી. નિસર્ગમાં આવું સહજીવન વ્યતીત કરતા જીવો એકબીજાને લાભકારક કે હાનિકારક થાય એ રીતે કે તટસ્થ વૃત્તિથી જીવન જીવતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર…
વધુ વાંચો >સહભોજિતા (commensalism)
સહભોજિતા (commensalism) : જુઓ સહજીવન.
વધુ વાંચો >સંજીવનશક્તિ (regeneration)
સંજીવનશક્તિ (regeneration) : સજીવોમાં ભાંગી ગયેલાં કે નુકસાન પામેલાં અંગો કે ઉપાંગોની પુન: સાજાં થવાની પ્રક્રિયા. વિવિધ સજીવ સમૂહોમાં આ સંજીવનશક્તિ ઓછાવત્તા પ્રમાણમાં હમેશાં થતી રહે છે. કેટલાક લેખકો આ ક્રિયાને પુન: સમગઠન (reconstruction) તરીકે ઓળખાવે છે. પૌરાણિક કથાઓમાં કપાઈ ગયેલાં અંગોમાંથી રાક્ષસ પુન: પેદા થાય એવી ઘટનાઓ સાંભળવામાં આવે…
વધુ વાંચો >સંધિપાદ (Arthropods)
સંધિપાદ (Arthropods) : પ્રાણીસૃદૃષ્ટિનો સૌથી મોટો અને ખૂબ વૈવિધ્ય ધરાવતો અપૃષ્ઠવંશી પ્રાણીઓનો સમુદાય. પ્રાણી-જાતિઓ(species)ની 75 ટકા ઉપરાંતની જાતિઓ આ સમુદાયની છે. મૂળભૂત રીતે આ સમૂહનાં પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી (triploblastic) અને સમખંડતા ધરાવનારાં છે. આ સમુદાયનાં પ્રાણીઓ નૂપુરક સમુદાય(Phylum Annilida)માંથી ઉદ્ભવેલાં હોઈ તેમનાં અંગો અને ઉપાંગોમાં સમખંડતા સ્પષ્ટ જોવા મળે છે. શરીરરચનામાં…
વધુ વાંચો >